ડીસાના ભીલડી પોલીસે બાતમીના આધારે ડીસામાં થયેલ વાહન ચોરીના ગુનાનાં બે આરોપીને પોલીસે બાઇક સાથે ઝડપી પાડયા હતા.

પીએસઆઇ એ.કે.દેસાઇ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા. ત્યારે બાતમીના આધારે ખેટવા રેલ્વે બ્રિજ ઉતરતા હાઇવે પર જગદીશભાઇ તલાજી -માજીરાણા ઉ.વ.21, રહે-સ્કુલવાળી ઢાણી માલગઢ તા-ડીસા,લખારામ વરધાજી-ગીડા (માજીરાણા) ઉ.વ.21, રહે-ગીડા તા-સેડવા જી-બાડમેર રાજસ્થાન હાલ રહે-જબરસિંગ માસ્તરના ખેતરમા રાહ તા-થરાદએ માલગઢ ગામેથી બે દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી કરેલ બજાજ કંપનીનુ પલ્સર બાઇક નં-જીજે-08-સીએલ-1564 કબ્જે લઈ બન્ની અટકાયત કરવામાં આવી હતી.

તેમજ ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારના માલગઢ ગામેથી આશરે સાતેક મહિના અગાઉ રાત્રીના સમયે સ્પ્લેન્ડર બાઇક તથા ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારના વાસુદેવ કોલ્ડ સ્ટોરેજમાથી ચાર મોબાઇલ તેમજ આગથળા પો.સ્ટે વિસ્તારના રામસણ ગામેથી એક મહિના અગાઉ રાત્રીના સમયે સ્પ્લેન્ડર બાઇક ચોરી કર્યા અંગેની કબુલાત કરી હતી.