અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ આજ રોજ તા.૧૪/૦૩/૨૦૧૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જે દરમિયાન બાતમી હકિકત આધારે અમરેલી, લાઠી રોડ, ફાટક પાસે રહેતા એક પરપ્રાંતીય ઇસમને દેશી હાથબનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર) સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

પરશુ મોહનભાઇ માવી, ઉ.વ.૨૭, રહે.અમરેલી, લાઠી રોડ ફાટક, કંકુ ગોડાઉન પાસે આવેલ ઝુંપડામાં, તા.જિ. અમરેલી, મુળ રહે.બોરકુંડીયા, ધોડા મંડન ફળીયુ, તા.ભાભરા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)

પકડાયેલ મુદ્દામાલઃ-

એક દેશી હાથબનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) કિં.રૂ.૧,૦૦૦/-

અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા પો.સ.ઇ. એમ. બી. ગોહિલ, તથા પો.સ.ઇ. એમ. ડી. સરવૈયા, તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, આદિત્યભાઇ બાબરીયા તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.