ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ - 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે આજે સવારે ધોરણ - 10 નાં વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આજે બોર્ડની પરીક્ષાના ભાગરૂપે આજે કાંકરેજ તાલુકાના ખોડા ગામે શ્રી વિનય વિદ્યામંદિર પરીક્ષા કેન્દ્ર ખાતે સવારે 10 વાગ્યે હાઈસ્કૂલનાં ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તેમજ દિયોદરનાં પૂર્વ ધારાસભ્યશ્રી એવા ખોડા ગામનાજ વતની શ્રી કાળુભાઇ વી. તરક, ખોડા વિનય વિદ્યામંદિર હાઈસ્કૂલનાં આચાર્યશ્રી જયંતીભાઈ પટેલ,, ખીમાણા હાઈસ્કૂલનાં આચાર્યશ્રી પ્રધાનજી આર. રાઠોડ સહિત ખોડા ગામના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતમાં પરીક્ષાર્થી વિધાર્થી ભાઈ - બહેનોને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવી પરીક્ષાની શુભકામનાઓ પાઠવી દરેક વિદ્યાર્થી ભાઈ - બહેનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જોકે પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ નાં થાય તેના ભાગરૂપે દરેક વિદ્યાર્થીનું ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પરીક્ષા ખંડની ફાળવણીમાં પણ ડ્રો પદ્ધતિથી પરીક્ષા ખંડનાં નિરીક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી.વધુમાં પરીક્ષા દરમ્યાન કોઈપણ વિદ્યાર્થીને આરોગ્ય લક્ષી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફનાં પડે તેના માટે તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવેલ છે.જોકે ગુજરાત શિક્ષણ બોર્ડ ધ્વારા પરીક્ષામાં ગેરરીતિઓને ડામવા માટે આકરા નિયમો પણ ઘડાયા છે. અને CCTV કેમેરાની બાજ નજર હેઠળ ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે.અને હાલમાં બાળકો પણ પરીક્ષા બોર્ડનાં નિયમોના ચુસ્ત પાલન વચ્ચે પરીક્ષા આપી રહ્યાં છે...