મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને બાબરા પી.આઈ શ્રી ડાંગરવાલા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સબીલોની મુલાકાત લેવામાં આવી તેમાં સુન્ની મુસ્લિમ સમાજના અને સબીલ કમિટીના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી આ બેઠકમાં સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોને તાકીદ કરવામાં આવ્યા કે કાયદા અને વ્યવસ્થાનો ભંગ નો થાય તેમજ હિન્દુ - મુસ્લિમ એકતા જળવાઈ રહે તે રીતે તહેવાર ઉજવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ મુસ્લિમ સમાજના અને કમિટીના આગેવાનો દ્વારા પીઆઇશ્રી ડાંગરવાલા સાહેબનું અને ચેમ્બર પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, શાસ્ત્રી સુનિલભાઈ ત્રિવેદીનું પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરવામાં આવ્યું આ સન્માન કમિટીના આગેવાન હારુનભાઇ મેતર, હાજીભાઈ પરમાર, જાહિદખાન ભોજવાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે હાજર રહેલ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદાર મંત્રી શ્રી પરેશભાઈ સોની, સંગઠન મંત્રી શ્રી કૌશિકભાઇ રાઠોડ, અનતુભાઈ સોની, કિશોર મકવાણા,સલીમભાઈ ઓઠા, મનુભાઈ મોદી, મહેબુબભાઇ મેતર, જીતુભાઈ જલવાણી, જાગીરભાઈ અજલાની, તેમજ બાબરા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.