ડીસાના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલ પૌરાણિક શિતળા માતાના મંદિરે લોકોએ દર્શન પૂજા કરી..
ડીસા શહેરના વાડી રોડ વિસ્તાર માં આવેલ બ્રહ્મપુરી ખાતે ૧૫૦ વર્ષ પૌરાણિક માં શિતળા માતાજીનું મંદિર આવેલ છે દર વર્ષની જેમ આ વર્ષે ફાગણ વદ સાતમ અને તારીખ. ૧૪-૦૩-૨૦૨૩ ને મંગળવારના દિવસે શિતળા સાતમ હોઈ અગ્રવાલ સમાજની બહેનો મારવાડી સમાજની બહેનો તેમજ અન્ય સમાજની બહેનો મોટી સંખ્યામાં આ પૌરાણિક મંદિરે જઈ પૂજા અર્ચના તેમજ ઠંડી રસોઈ લઈને માતાજીને ચઢાવી લોકોએ પોતાની બાધા માનતા પૂરી કરતા હોઈ આજે પણ આ મંદિરે લોકો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે..