સરકારની લીલીઝંડી: પાલનપુર શહેરને નવી 8 સીટીબસ મળશે

પાલનપુર શહેરનો ચોતરફ વિકાસ- વિસ્તાર થઇ રહ્યો છે. શહેરીજનો તેમજ બહારથી આવતાં લોકોને મુસાફરી કરવા માટે એકમાત્ર રિક્ષાઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ત્યારે ઓછા ભાડામાં સુવિધાજનક મુસાફરી થાય તે માટે નગરપાલિકાની ભાજપની બોડીએ સાધારણ સભામાં ઠરાવ કરી નવી સીટીબસો ચાલુ કરવા ગાંધીનગર ઠરાવ મોકલ્યો હતો. જેને સરકારે મંજૂરી આપતા હવે સીટી બસ આવવાનો માર્ગ મોકળો બન્યો છે. પાલનપુરમાં 12 વર્ષ અગાઉ નગરપાલિકાએ કોન્ટ્રાકટ બેઝથી બે સીટીબસો ચાલું કરી હતી. જોકે, ખર્ચ વધી જતાં બંધ કરવી પડી હતી.