પોરબંદર શહેરમાં લાલબત્તી મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવકો દ્વારા વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યાં છે. આ સેવાયજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને દર્દીઓ જલ્દી સ્વસ્થ બની ઘરે જઈ શકે એવા ઉમદા હેતુથી તમામ દર્દીઓને મગનું પાણી આપવામાં આવ્યું હતું. આ મગના પાણીની અંદર હળદર, મીઠું, ધાણાભાજી, આદુ, લીંબુ ,ટમેટાથી ભરપૂર સ્વાદિષ્ટ મગનુ પાણી આપવામાં આવ્યું હતું.મગનુ પાણી બિમાર દર્દીઓ માટે શ્રેષ્ઠ માનવામા આવે છે.
મામાદેવના સેવકોએ આવા ઉમદા હેતુથી દર્દીઓના આરોગ્યની ચિંતા કરી સમગ્ર માનવ સમાજને માનવતાનો સંદેશ આપ્યો હતો.
આમ, લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોની સેવાભાવી ટિમ દરેક જીવમાત્રની ચિંતા કરી આવા અનેક સેવાના કાર્યો સતત કરતી આવે છે, ત્યારે આ કામગીરીને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે અને ઈશ્વર પણ આ સેવાકાર્યો જોઈને મામાદેવની ટીમ ઉપર આશીર્વાદ વરસાવતો હશે.