સુરસાગર ડેરી વઢવાણ તથા એચડીએફસી બેન્ક રાજકોટ શાખા અને શ્રી લીંબાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે એટીએમ લોકાર્પણ તથા લેપી રોગ વિરોધી રસીકરણનું આયોજન કરવામાં આવેલ. જેમાં દૂધ સંઘના ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ, માલધારી સેલ ગુજરાત રાજ્યના કન્વીનરશ્રી જીવાભાઇ ભરવાડ, પાલ મહાસભાના અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ ડાંગર, ચોટીલા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખશ્રી તેજાભાઈ શિયાળીયા,ગોપાલભાઈ મુંધવા, માલધારી આગેવાન શ્રી ઈસુભાઈ રબારી તથા એચડીએફસીના નેશનલ સેલ્સ મેનેજર શ્રી દિનેશભાઈ રાણે, શ્રી વિજયભાઈ મોદી, શ્રી જીગરભાઈ શાહ,શ્રી વિવેકભાઈ જોશી તથા મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લીબાળા ગામના તમામ પશુઓને સુરસાગર ડેરીના એ.એચ. વિભાગ તરફથી રસીકરણ કરવામાં આવ્યું હતું. શ્રી અર્જુનભાઈ ડાંગરે જણાવ્યું હતું કે લંપી રોગ વિશે જાગૃતતા રાખવી તેમજ આપણા પશુઓની ખાસ તકેદારી રાખવી. ગોપાલક વિકાસ નિગમમાં લોન મેળવવા બાબતે તા.૩૧-૦૮-૨૦૨૨ સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી લોન મેળવી લેવા ખાસ આગ્રહ કરેલ હતો. ઉદ્ધઘાટન કર્તા તરીકે સંબોધન કરતા વઢવાણ સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે માલધારી સમાજના તમામ પશુપાલકો પોતાના બાળકોને યોગ્ય અને પૂરતું શિક્ષણ આપે તેમજ પશુપાલનને એક ધંધા તરીકે અપનાવી સારી ઓલાદના પશુ રાખી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી તેમજ લંપી રોગ વિશે ખાસ તકેદારી રાખી રોગગ્રસ્ત પશુને અલગ બાંધી પશુઓની હેરફેર ઓછી કરવી તેમજ રસીકરણ કરવું. જો પશુમાં રોગચાળો આવી જાય તો સત્વરે પશુપાલન વિભાગ સુરસાગર ડેરી નો સંપર્ક કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. લીંબાળા દૂધ મંડળીના મંત્રીશ્રીએ આમંત્રિતો / મહેમાનો અને પશુપાલકોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.