સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે મંદિરના ઐતિહાસિક ધજારોહણ બાદ ભાવિક ભક્તોની આસ્થાને ધ્યાને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા માતાજીની પાદુકાનું પૂજન તેમજ શ્રી યંત્ર પૂજનનો ભાવિક ભક્તો લાભ મળે માટેની વિશેષ યોજના તારીખ ૨૨ /૩ /૨૩ ને બુધવારના રોજ પ્રથમ ચૈત્રી નવરાત્રીથી બપોરે ૧૨.૩૯ કલાકે પ્રારંભ કરવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી

         જેમાં મંદિર ખાતે થનાર પૂજન માટેની મંદિર ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે મુજબ મંદિર પરિસરમાં માતાજીની ગાદી વાળી જગ્યા ઉપર પાદુકા તેમજ શ્રી યંત્રનું પૂજન મંદિરના નિશ્ચિત પૂજારી દ્વારા કરાવવામાં આવશે પૂજન વિદ્વાન બ્રાહ્મણોએ નક્કી કરેલી વિધિ અનુસાર કરાવવામાં આવશે .,પૂજન માટે સંસ્થાના કાર્યાલયમાં દક્ષિણા રૂપિયા ૧૧૦૦/- ભરી પહોંચ લેવાની રહેશે જ્યારે પુજામાં બે વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે પૂજામાં બેસનાર ભાઈને મંદિર તરફથી પીતાંબર આપવામાં આવશે જે તેમણે પહેરવાનું રહેશે. તેમ જ મહિલાને ચુંદડી આપવામાં આવશે પૂજન સામગ્રી મંદિર તરફથી યજમાન ને આપવામાં આવશે તેમજ યજમાને સાથે કશું લાવવાનું રહેતું નથી પૂજન પછી પીતાંબર પ્રસાદી રૂપે યજમાન ઘરે લઈ જઈ શકશે મહિલાઓએ શુદ્ધતાની (ખાતરી પાંચ દિવસ પૂર્ણ થયાની) ધ્યાનમાં રાખવાની રહેશે પૂજન પત્યા પછી યજમાનને મંદિર તરફથી એક પેકેટ પ્રસાદ અને માતાજીનો નાનો ફોટો આપવામાં આવશે તેમજ અનુકૂળતા હશે તો મંદિરમાં સન્મુખ દર્શન કરાવવામાં આવશે.

        જ્યારે આ અંગે ભક્તોને વિશેષ જાણકારી અથવા પૂછપરછ માટે મંદિરના કાર્યાલયમાં મેનેજરનો સંપર્ક કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જ્યારે શક્તિપીઠ ખાતે પાદુકા પૂજન તેમજ શ્રી યંત્ર પૂજનનો નવતર અભિગમ સાથે ભક્તો માટે પૂજા વિધિની શરૂઆત કરાવવામાં આવનાર હોવાની જાહેરાત મંદિર ટ્રસ્ટ દ્વારા કરાતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહે છે.