ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

ગુન્હાની વિગતઃ-

ગઇ તા.૨૫/૨/૨૦૨૩ ના રોજ કરણભાઇ દિલીપભાઇ માલચડીયા, ઉ.વ.૨૫, રહે.નારાયણનગર, તા.લાઠી, જિ.અમરેલી વાળા ખરીદી કરવા બજારમાં ગયેલ તે વખતે પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭,૦૦૦/- નો ખીચામાં રાખેલ હોય, જે મોબાઇલ ફોનની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે કરણભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી દામનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૩૦૦૫૨/૨૦૨૩,ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૧૧/૦૩/૨૦૧૩ નાં દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન દામનગર, ભુરખીયા ચોકડી પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

રસુલ વલીમહંમદભાઇ દલ, ઉ.વ.૨૨, રહે.નારાયણનગર, આંબડરીપરા, તા.લાઠી, જિ.અમરેલી.

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-

એક OPPO કંપનીનો A15-5 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૦૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની તથા પો.કોન્સ. નિકુલસિંહ રાઠોડ, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી