જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના લાઠોદ્રા ગામે ગઈ કાલે 30 વર્ષીય  યુવક ની લાશ લાઠોદ્રા ગામેં નમરીયા વિસ્તાર તરીકે ઓળખાતી સિમ માં એક વોકળા ની પાસેથી મળી આવી હતી ત્યારે આ બાબત ની પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને તેને પગલે પોલીસ તાત્કાલિક એક્શન માં આવી ઊંડાણ પૂર્વક તપાસ નો ધમધમાટ ચાલુ કરી દીધો હતો 

ત્યારે આ ઘટના માં dsp શ્રી ના માર્ગદર્શન મુજબ dysp કોડિયાતર સાહેબ તેમજ માળીયા હાટીના પોલીસ સ્ટેશનના psi બી.કે.ચાવડા સાહેબ ,એસ એ મધરા સહિત FSLની ટિમ તેમજ ડોગ સ્કોડ ની મદદ લેવામાં આવી હતી 

મૂર્તક દિપક નારણભાઇ લખધીર ઉમર વર્ષ 30 ની લાસ જે જગ્યા પર થી મળી આવી હતી તે જગાય પર ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી ત્યારે સંકા ના આધારે પોલીસ દ્વારા અમુક લોકોની પૂછ પરચ પણ કરી રહી છે અને ઘટના ના તાર ક્યાં લંબાયા છે તે તાગ મેળવવામાં આવી રહીયો છે જ્યારે આ બાબતે ખરી હકીકત તો pm રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે અને pm રિપોર્ટ આવ્યા બાદ પોલીસ એ દિશા માં તપાસ કરશે પરંતુ આ ઘટના આત્મહત્યા કે પછી હત્યા તે સુલજાવવા પોલીસ  પુર જોસ માં તાપસ કરી રહી છે