આઝાદી ના 75 મા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ વડાલી કેળવણી મંડળ સંચાલિત શેઠ પી . કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ વડાલી માં નારી વંદના કાર્ય ક્રમ યોજવામાં આવ્યો.જે અંતર્ગત રંગોળીસ્પર્ધા , પોસ્ટર મેકિંગ તથા વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી. જેમાં શાળા ની તમામ દીકરીઓ ઓ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
પોતાની આંતરિક શક્તિ બહાર લાવી રંગોળી તથા પોસ્ટર બનાવ્યા હતા.શાળા ના શિક્ષકો એ દીકરીઓ ની સુષુપ્ત શક્તિ બહાર લાવવા પ્લેટફોર્મ પૂરું પડ્યું હતું.
શાળા ના આચાર્ય શ્રી મતી દક્ષાબેન પટેલ સાથે શાળા પરિવાર તથા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તખતસિંહ હડિયોલ સાહેબે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાહતા ...રિપોર્ટર. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા