સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ની આગાહી ને લઈને ખેડૂતોએ કૃષિ જણસ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક તેને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડ પતરીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતાં અટકાવવું જતું નાશક દવા ખાતરનો ઉપયોગ આ સમય ગાળા દરમિયાન ટાળવો એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતો એ અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતી ના આગોતરા પગલાં લેવા શક્યત આ સમય ગાળા દરમિયાન વાતાવરણ નું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી માં ખેત પેદાશોને વેચાણ અર્થે લઈ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઇનપુટ ગોડાઉનમાં પલળે નહીં તેવી કાળજી રાખવી વધુ જાણકારી માટે સ્થાનીક વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી કૃષિ અધિકારીઓનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 18001801551 પર સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી ની યાદીમાં જણાવાયું છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं