બોટાદ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ પ્રતિક ધરણા અને વહીવટી તંત્રની ઓછી માનસિકતા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.!

બોટાદમાં દિન દયાળ ચોકચોક, રામજી મંદિર. પાસે માં અંબાજીની આરતી અને મોહનથાળ પ્રસાદનું વિતરણ કરી વહીવટી તંત્રને ઉંગલી નિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.! સેકડો વર્ષથી પરંપરાગત રીતે માં અંબાજી શક્તિપીઠ ખાતે મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે જેમાં બોટાદની જનતા જ નહીં સમગ્ર હિન્દુ સમાજ મોહનથાળના પ્રસાદને ચાલુ રાખવા સમર્થન આપી રહ્યો છે ત્યારે આજરોજ 10 કિલો મોહનથાળ નો પ્રસાદ લોકોમાં વહેચી, પ્રતીક ધરણા પ્રદર્શન યોજી વિરોધ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો માતાજીના આસ્થાના કેન્દ્ર અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ તાત્કાલીક પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત અને દેશમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સરકારશ્રી આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત માટે તૈયાર રહે તેવી ચમકી ઉચ્ચારી હતી.!

આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ , જીલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ, પ્રખંડ મંત્રી આલકુભાઈ ધાધલ તથા માતૃશક્તિ સંયોજીકા રશ્મીબેન પંડ્યા તથા માતૃશક્તિ સહ સંયોજીકા મીનાબેન ચાવડા તથા બોટાદ જીલ્લા પ્રચાર પ્રસાર સંયોજક હર્ષદભાઈ કણજરીયા તથા વિશ્વ હિન્દુ પરિષદ નાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં