હાલોલ નગરના સ્ટેશન રોડ પર જૂની કોર્ટ સામે આવેલ ભગવાન શ્રી રામદેવજી પીર મંદિર ખાતે અલખ ધણીની અસીમ કૃપાથી તેમજ વિષ્ણુ અવતારી સિદ્ધ ભગવાન શ્રી રામદેવજી પીરની અસીમ કૃપાથી અને પીર શ્રી બાલકદાસજી રઘુનાથપીર ધુણી આશ્રમ ઢાલોપાળાની પાવન ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજ નો 11 મો પાટોત્સવ ભારે ધાર્મિક વાતાવરણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રંગે ચંગે યોજાયો હતો જેમાં રામદેવજી મંદિર ખાતે ગતરોજ રાત્રિના સુમારે 10:00 કલાકે ભાવિક ભક્તોની હાજરીમાં ભજન કીર્તન અને સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જે બાદ આજે રવિવારના રોજ ભગવાન શ્રી રામદેવજી પીરની મહા આરતી નો કાર્યક્રમ સવારના સુમારે 8:00 કલાકે યોજાયો હતો જેમાં મહા આરતી બાદ ભગવાન શ્રી રામદેવજી પીર મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં રામદેવ યુવક મંડળ અને સમસ્ત મારવાડી સમાજના અગ્રણીઓ દ્વારા યોજવામાં આવેલ આ શોભાયાત્રા રામદેવજી મંદિર ખાતેથી નીકળી પાવાગઢ રોડ, અનેબજાર ખાતે રહી નગનના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને સમગ્ર નગરને ભક્તિમય વાતાવરણથી રંગી કીધું હતું જેમાં ધાર્મિક સંગીતના સુર તાલે ભગવાન શ્રી રામદેવજી મહારાજના સ્તુતિ ભજનો અને ગુણગાન કરતી શોભાયાત્રા રંગેચંગે સમગ્ર નગર ખાતે યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં સમસ્ત હાલોલ નગર સહિત તાલુકાના તેમજ આસપાસના પંથકના સમસ્ત મારવાડી સમાજના મહિલાઓ,પુરુષો અબાલ વૃદ્ધો અને મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ જોડાયા હતા જ્યારે હાલોલ નગરના પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિતલભાઈ પટેલ સહિત અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ પણ આ શોભાયાત્રામાં જોડાઈ ભગવાન શ્રી રામદેવજી મહારાજના 11 માં પાટોત્સવની ઉજવણીના સહભાગી બન્યા હતા જેમાં શોભાયાત્રા બાદ સમસ્ત મારવાડી સમાજના ભક્તો સહિત ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું જ્યારે રામદેવજી મહારાજના 11 માં પાટોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રાનું સફળ સંચાલન શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.