ખેડાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભાલેજ જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાલીયા સ્ટેશન પેય સેન્ટર પ્રાથમિક શાળામાં આજરોજ વિવિધ રોગની તપાસ, સારવાર અને નિદાન માટે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પથરી, હરસ મસા, ભગંદર, એપેન્ડિશ, સારણ ગાંઠ, આંતરડાને લગતી બિમારીઓની તપાસ નું નિદાન કરવામાં આવ્યું તેમજ થાઇરોડ, બી.પી કન્ટ્રોલર્સ, ફેફસા ને લગતી બીમારી કિડની, મગજ તેમજ તાવ ને લગતી તમામ બીમારી ઓની તપાસ પણ કરવામાં આવ્યું હતું.હાડકાને લગતી બીમારીઓ, કમર નોં દુઃખવો, ઘૂંટણ નો દુખાવો, ફેક્ચર ગાડીનું દબાણ, અકસ્માતમાં નાની મોટી ઇજાઓની સારવાર, તેમજ સ્રી રોગની તપાસ, માસિકની અનિયમિતતા, સંતાન પ્રાપ્તિ માટે તથા સ્ત્રી રોગ ની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર