હાલ થોડા સમય થી માળીયા હાટીના તાલુકા માં લાશ મળવાની બીજી ઘટના બનાવ પામી છે ત્યારે જોઈએ તો અગાઉ થોડા દિવસ પહેલા માળીયા હાટીના તાલુકા ના ભડુંરી ગામે રેલવે પાટા પાસેથી એક અજાણ્યા અંદાજીત 30 વર્ષીય યુવક ની લાશ મળી હતી જ્યારે માળીયા હાટીના પોલિસ દ્વારા એમની ઓળખ માટે ફોટાઓ પ્રદતશીત કરવામાં આવ્યા હતા ત્યાં આજે ફરી વખત માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામે ફરી 30 વર્ષીય યુવક ની બીજી લાશ મળી છે ત્યારે આ પુરુષ લાઠોદ્રા ગામ નો વતની અને માળીયા હાટીના કોર્ટ ખાતે અરજીઓ લખવાનું કામ કરતો દીપકભાઈ નારણભાઇ લખધીર (બારોટ) ઉમર વર્ષ 30 હોવાનું સામે આવ્યું હતું ત્યારે ઘટના ની જાણ થતાં તેમના પરિવારજનો તેમજ ગામ ના સરપંચ અને આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યારે આ ઘટના ની જાણ માળીયા હાટીના પોલીસ ને કરવામાં આવતા માળીયા હાટીના પોલીસ સ્ટાફ તેમજ psi ચાવડા સાહેબ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યારે લાશ નો કબજો લઈ અને pm માટે માળીયા હાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા તાપસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો
મૃતક યુવાન દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે કે કોઈ દ્વારા આ યુવક નું મર્ડર કરવામાં આવ્યું છે તે તાપસ બાદ જ ખ્યાલ આવશે
પરંતુ હાલ યુવક ના મૃત્યુ ના સમાચાર ને લઈ ને નાના એવા લાઠોદ્રા ગામ માં અરેરાટી નો માહોલ સાથે મૂર્તક ના પરિવાર માં શોક નો માહોલ છવાયો છે