ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં વિદ્યમાન ભૈરવધામ પર ડૉ. નવીન માળી અને વિમલ ભાટી તરફથી એક શ્યામ કાળા-ગોરા ભેરુ ભગવાન કે નામ...સંગીતમય ભજન સંધ્યા યોજાઈ હતી.
આરતી થયા પછી ભજનિક છોટે પ્રકાશે ગણપતિ વંદના ગુરુ મહિમા અંબા-જગદંબા ભેરુજીના ભજન પ્રસ્તુત કર્યા હતા.ત્યારબાદ દિનેશ ગેલોતે માતાજીના ભજન રજૂ કર્યા હતા.રાષ્ટ્રભક્તિથી ભરપૂર શૌર્યવાન ભજનોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
કાંતિલાલ માળીએ ખેતલાજીના ભજન ગાયા હતા.સાઉન્ડ સિસ્ટમની સેવા મિતેષ માળીએ પૂરી પાડી હતી.ભેરુજીના ભોળા ભાવિક ભક્તોએ ભાવથી નર્તન વડે ભજન સંધ્યાને મોજથી માણી અને મનથી વખાણી હતી.