ડીસાના દસાણાવાસ ગામે ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા; 1410 છોડ જપ્ત કરી વાવેતર કરનારની અટકાયત કરી....

ડીસાતાલુકાના દસાણાવાસ ગામેથી ગાંજાની ખેતી કરતા શખ્સની પોલીસે અટકાયત કરી છે. SOGની ટીમ રાત્રિના સમયે ઝેરડા ગામે થયેલી હત્યાના આરોપીઓની શોધખોળમાં હતી. તે સમયે દસાણાવાસ ગામ પાસે એક ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી મળી હતી.જેથી ટીમે તપાસ કરતા દેવાજી ઉર્ફે દેવુસિંહ ચતુરજી ઠાકોરના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થયું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યાં જઇ તપાસ કરતા ખેતરમાંથી 1410 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેથી પોલીસે ખેતર માલિક દેવાજી ઠાકોરની અટકાયત કરી હતી.SOGની ટીમે ખેતરમાં વાવેલા 25.250 કિલોગ્રામ ગાંજાના છોડના જથ્થા સાથે કુલ 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપીની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ તપાસ હાથધરી છે.