પાવી ગામ પાસે રેલ્વે ગરનાળાનો રસ્તો ખખડધજ થઈ જતાં વાહનચાલકો પરેશાન
પાવી ગામ નજીક નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર રેલ્વે ગરનાળુ બનાવવામાં આવ્યું છે જેનો રસ્તો સાવ ખખડધજ થઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ જવા પામ્યા છે.
પાવી ગામની પાસે આવેલ હાઇવે નંબર ૫૬ ઉપર રેલ્વે ગરનાળાનો રસ્તો ખરાબ હાલતમાં હોવાથી વાહનચાલકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. આ રસ્તો ખરાબ થઈ જતા ખાડા, ઉબડખાબડ અને નબળી સ્થિતિમાં છે, જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અકસ્માતની શક્યતા વધી ગઈ છે. આ રસ્તા ઉપર પડેલા ખાડામાંથી કાદવ, કિચડ, પાણી ઉછળવાના કારણે રાહદારીઓના કપડાં પણ બગડે છે અને ઝઘડા પણ થાય છે. ખખડધજ રસ્તા ના કારણે વાહનોને નુકસાન થાય છે તેમજ મેન્ટેનન્સ વધી જાય છે.
વિશેષ કરીને મોસમ દરમિયાન પાણી ભરાવા અને રસ્તાની જર્જરિત સ્થિતિ વધુ ગંભીર બની છે. વાહનોની અવરજવર દિનપ્રતિદિન ખોરવાઈ રહી છે, અને લોકો ફરીફરીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો તંત્ર પાસે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે, જેથી આ માર્ગ પર સુરક્ષિત અને સરળ ગતિવધિ થઇ શકે તેમ છે.
સંબંધિત અધિકારીઓ દ્વારા આ માર્ગની મરમત માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધુ મુશ્કેલીઓ અને અકસ્માતો થવાની શક્યતા રહેલી છે.