રાજેશ્વર વિદ્યાલય અને કે.આર.પટેલ ઉ.માં રામપુરા ખાતે યોજાયો વિદાય સમારંભ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે રાજેશ્વર વિદ્યાલય અને કે.આર.પટેલ ઉ.માં શાળા રામપુરા (ધુ) ખાતે ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ ના અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે શાળાના પ્રથમ આવેલ બાળકોને સિલ્ડ આપી સન્માનિત કર્યા હતા.શાળા ના ટ્રસ્ટી મદરૂપજી પટેલ,, ખેંગારજી પટેલ ,હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા..આચાર્ય શ્રી ચંદ્રકાંત સોલંકી દ્વારા પાંચ વર્ષનું ધોરણ ૧૦ અને ૧૨ નું ઉત્તમ પરિણામ નો ચિતાર વાલીઓ સમક્ષ રજુ કર્યો હતો.આ પ્રસંગે હંસરાજભાઈ પટેલ (બનાસડેરી સુપરવાઈઝર),અશોકભાઈ નાઈ ,સુરેશભાઈ ઠાકોર આચાર્ય શ્રી સણાવીયા ,બળવંતસિંહ ઠાકોર( જી.વી.વાઘેલા કોલેજ પ્રિન્સીપાલ) ઉપસ્થિત રહી ને બાળકોને આશિષ વચન આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયરામભાઈ મકવાણા એ કર્યું હતું. તેમજ આભાર વિધિ અશોકભાઈ નાઈ એ કરી હતી...