પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મોહનથાળ પ્રસાદ મામલે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, જગતજનની માં અંબાના શક્તિપીઠ શ્રી આરાસુર અંબાજી માતાના મંદિરે પ્રાચીન કાળથી મોહનથાળનો પ્રસાદ વહેંચવામાં આવે છે.આ મોહનથાળનો પ્રસાદ એક મીઠી વાનગી કે મીઠાઈ નહિ પરંતુ આ પ્રસાદ સાથે લાખો કરોડો ભક્તજનોની શ્રદ્ધા અને લાગણી જોડાયેલી છે.મોહનથાળનો પ્રસાદ માં અંબાના સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરાવે છે.આજના આધુનિક જમાનામાં આપણી યુવા પેઢી આપણી સંસ્કૃતિ અને પરંપરાથી ક્યાંક ને ક્યાંક વધુ દૂર થતી જાય છે.ત્યારે મોહનથાળનો જેવી પરંપરાગત મીઠાઈના પ્રસાદના સ્થાને જો ચીકી કે અન્ય પ્રસાદ આપવામાં આવે તો આપની આ પરંપરા વધુ ઘૂંઘળી થતી જશે.સાથો સાથ હજારો આદિવાસી બહેનોની રોજગારી પણ મોહનથાળ પ્રસાદના બનાવટના કૌશલ સાથે જોડાયેલ છે.ત્યારે મીઠાઈ સાથે માતાજીના આર્શીવાદ જ છે કે જર આટલા મોટા પ્રમાણમાં બનતી હોવા છતાંય ક્યારે ખૂટી કે બગડી નથી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરીએ છે કે, આપના સ્તરેથી માં અંબાના ભક્તોની શ્રદ્ધા અને લાગણીને અકબંધ રાખવા મોહનથાળનો પ્રસાદ અંબાજીમાં ચાલુ રાખવો જોઈએ.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368