પાવીજેતપુરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બીનવારસી ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધતો રહ્યો છે. આ સમસ્યાને નિયંત્રણમાં લેવા કે હળવી કરવા માટે સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાવીજેતપુર નગરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે . દિવસ દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવરથી સતત ધમધમતી નગરની તમામ મુખ્ય બજારો , શાકમાર્કેટ, હાઈવે તેમજ તીનબત્તી સહિતના સ્થળોએ આ રખડતા ભટકતા પશુઓ કલાકો સુધી અડીંગા જમાવીને પડયા પાથર્યા રહેતા હોય છે એટલુ જ નહિ પશુઓ જાહેર માર્ગો પર ગંદકી કરતા હોય ત્યાંથી પસાર થવામાં સૌ કોઈને મુશ્કેલીઓ વેઠવી પડે છે . 

આ પશુઓ પાવીજેતપુર નગરના મુખ્ય વિસ્તાર એવા તીનબત્તી, બસ સ્ટેન્ડ તેમજ દાંડીયા બજારના ચાર રસ્તા ઉપર અવાર નવાર રખડતા ઢોરો અડ્ડો જમાવી દેતાં ટ્રાફિકની

સમસ્યા વારંવાર સર્જાયા કરે છે. અને તેમાં પણ બે આખલા સામસામે આવી જાય તો કલાકો સુધી રસ્તો બંધ કરી દેવાની ફરજ પડે છે અને આખલાઓ ના મલ્લ યુદ્ધથી કેટલી બાઈકો, સાયકલો તેમજ કેટલાને નુકસાન થઈ જાય છે રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે જેને લઇ જનતા ત્રાહિમામ પોકારી રહી છે. બે આખલા જયારે લડે છે ત્યારે એક પ્રકારનો નગરમાં આંતક ચાલુ થઈ જાય છે. બે આખલા લડતા હોય ત્યારે તેઓને છુટા કરવા માટે કોઈ જોખમ લેવા તૈયાર હોતું નથી દૂરથી પાણીનો મારો કરી આ બંને આખલાઓને છૂટા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ આ બંને આખલા છૂટા પડે ત્યાં સુધી ઘણું મોટું નુકસાન થઈ ગયું હોય છે. ત્યારે તંત્ર આ અંગે ઘટતું કરી રખડતા ઢોર કોણા છે ? તેની ઊંડાણ પૂર્વકની તપાસ કરી કસૂરવાર ને દંડ કરવામાં આવે તેમજ બિનવારસી રખડતા ઢોરો નું આગવું આયોજન કરે તેમ જનતા ઈચ્છી રહી છે.