સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. માં E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા E-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી E-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૬/૨/૨૦૨૩ ના રોજ કમલસિંહ આજુદ્દી નિષાદ, ઉ.વ.૩૮, રહે.સાવરકુંડલા, જેસર રોડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી મુળ રહે.જિગ્ના, તા.સિકંદરા જિ.કાનપુર(ઉત્તરપ્રદેશ)વાળા સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે પાણી પુરી વેચવા માટે ગયેલ હોય, તે દરમ્યાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૨,૪૯૯/- નો ખીચામાં રાખેલ હોય, જે મોબાઇલ ફોનની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે કમલસિંહ દ્વારા E-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૦૬૧/૨૦૨૩, ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઈ કાલ તા.૦૯/૦૩/૨૦૨૩ નાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા તાલુકાના ધજડી ગામના બસ સ્ટેન્ડથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ આરોપીની વિગતઃ-
અરવિંદભાઇ ભીખાભાઇ પાંચાણી, ઉ.વ.૩૮, રહે.ધજડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક VIVO કંપનીનોY16 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૨,૪૯૯/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા પો.કોન્સ. તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી