ડીસાના માલગઢની આદર્શ હાઇસ્કૂલમાં દીક્ષાંત સમારોહ યોજાયો..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

ડીસા તાલુકાના માલગઢ ગામની માલગઢ પ્રગતિ મંડળ સંચાલિત શેઠ એલ.એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો..

 જેમાં પ્રમુખ અમૃતલાલ પી. પઢિયાર, ઉપપ્રમુખ કુંદનલાલ પઢિયાર, મંત્રી કસ્તુરભાઇ ટાંક, ટ્રસ્ટી ભગવાનજી ટાંક, ભરતભાઇ ગેલોત, ફૂલાજી સોલંકી અને મધુસૂદનભાઇ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા..

વિદ્યાર્થીઓને આશિર્વાદ મધુસૂદનભાઇ પઢિયાર અને રાણપુર હાઇસ્કૂલના આચાર્ય જયેશભાઇ જોષીએ આપ્યા હતા..

શાળાના આચાર્ય મિલનભાઇ રાવલે આવકાર પ્રવચન કરી બાળકોને પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું..

શાળાના વિદ્યાર્થીઓ અને ગુરૂજીઓના પ્રતિભાવ આપવામાં આવ્યા હતા..

વર્ષ દરમિયાન 100 ટકા હાજરી શિસ્ત અને વિવિધ કૌશલ્ય ધરાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરાયા હતા..

આવેલ મહેમાનોનું ફૂલછડી, શાલ અને પુસ્તક થી સન્માન કરાયું હતું, જ્યારે પ્રમુખ તરફથી પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું..

વાલી મંડળ તરફથી બાળકો ને નાસ્તો આપ્યો હતો અને બાળકોનો ફોટો સેશન લઇ શાળાના સુપરવાઇઝર ટી.બી.ત્રિવેદી દ્વારા આભાર વિધી કરાઇ હતી..