અમરેલીમાંથી મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડી, વાહન ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ-
દિપકભાઇ જનકભાઇ વાછાણી, ઉ.વ.૩૭, રહે.અમરેલી, ઓમનગર તા.જિ.અમરેલી વાળા ગઈ તા.૦૩/૦૪/૨૦૨૧ નાં રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં. GJ-14-A-5014 કિ.રૂ.૩૦,૦૦૦/- નું લઇ અમરેલી, પોસ્ટ ઓફીસ ખાતે ગયેલ, અને તે દરમયાન પોતાનું મોટર સાયકલ પોસ્ટ ઓફીસની સામે પાર્ક કરેલ હોય, જે મોટર સાયકલ કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય, આ અંગે દિપકભાઇ એ ફરિયાદ લખાવતાં, અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૨૭/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ.
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગત તા.૦૮/૦૩/૨૦૧૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય, જે દરમ્યાન મળેલ બાતમી હક્કિત આધારે અમરેલી, કુંકાવાવ રોડ ઉપરથી ચોરીના મોટર સાયકલ સાથે એક શખ્સ ને પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
કપુર કિશોરભાઇ સરવૈયા, ઉં.વ.૨૧, રહે.ખીજડીયા (ખારી), તા.જિ.અમરેલી,હાલ રહે.સુરત, વરાછા, ડી-૪૧, માતૃશક્તિ સોસાયટી.
પકડાયેલ મુદ્દામાલ -
હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં. GJ-14-AD-5014 કિં.રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.