ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: ડીસામાથી ઇકો ગાડીની ચોરી કરનાર ઇસમને પાટણની એલ.સી.બીની ટીમે દબોચી લીધો

ડીસામાથી ચોરી કરેલી ઈકો ગાડી સાથે એક શખ્સને પાટણની એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે અનડીટેકટ ગુનાનો ભેદ ખોલ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં બનતા મીલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ જિલ્લા પોલીસ વડાની સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમ પાટણ ટાઉનમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,એક નંબર પ્લેટ વિનાની ઇકો ગાડી પાટણ નવજીવન ચોકડી ખાતે ઉભેલ છે જે ઇકો ગાડી આજથી દસેક દિવસ અગાઉ ડીસા ટાઉનમાંથી ચોરી થયેલ છે.જે હકીકત આધારે ટીમે ધટના સ્થળે પહોંચી ઇકો ગાડી નં જી જે 24 એ કે 6426 સાથે બલોચ ફરીદખાન મીરખાન સાવજખાન ઉ.વ 19રહે વારાહી, બલોચવાસ તા.સાંતલપુર હાલ રહે સિધ્ધપુર કાકોશી ચાર રસ્તા સુકન સોસાયટી તા.જી પાટણ વાળા અને એક બાળ કિશોર પકડી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે સોંપેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.....