અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું: ભાભર-રાધનપુર હાઈવે પર ઈકો અને અલ્ટો કાર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત; એક ઘાયલ

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોમાં એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. ભાભર-રાધનપુર હાઇવે ઉપર સિસોદરા પાટીયા પાસે એક ઈકો ગાડી અને અલ્ટો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી પહોંચ્યા હતા. જેમાં ઘાયલોને ગાડીમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ પણ તત્કાલીક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. બનાવમાં એક વ્યક્તિનું મોતની નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યકિત ઘાયલ થતા નજીકની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વદુ તપા અન્ય બીજા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મૂર્તકને પીએમ અર્થ ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.