તળાજાના નાની માંડવાળી ગામે મોટી માંડવાળી બાખલકા રોડ અંન્તરગત નાની માંડવાળી સોકડી થી નાની માંડવાળી ગામ સુધી રોડનુ અધુરૂ કામ જે રોડ માર્ગ અને મકાન વિભાગ તળાજા ના રેકોર્ડ ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી ગાયબ થઈ ગયેલ છે તે રોડનો નવો સરવે કરી

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

    .તળાજા તાલુકાનુ નાની માંડવાળી ગામ મોટી માંડવાળી બાખલકા રોડ થી અંદાજે અડધો કિલોમીટરના અંતરે અંદર આવેલ છે જે અગાઉ જ્યારે મોટી માંડવાળી બાખલકા રોડ બન્યો ત્યારે આ રોડ નાની માંડવાળી ગામના બસસ્ટેન્ડ સુધી આ રોડ બન્યો હતો પરંતુ જ્યારે મોટી માંડવાળી બાખલકા રોડ બીજી વખત અંદાજે બે વર્ષ પહેલા બનાવ્યો ત્યારે નાની માંડવાળી ચોકડીથી નાની માંડવાળી ગામ સુધી અંદાજે અડધો કિલોમીટર રોડ બનાવવા મા આવ્યો નથી ત્યારથી આ રોડ તુટેલો અને બીસ્માર હાલતમાં છેતો આ નાની માંડવાળી ચોકડીથી નાની માંડવાળી ગામ સુધી રોડને વહેલી તકે પૂર્ણ કરવામા આવે તેવી તંત્રને રજૂઆત કરવામાં આવી છે                                 રોડ બાબતે માર્ગ અને મકાન વિભાગ તળાજાના અધિક મદદનીશ ઇજનેર સાહેબ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે મોટી માંડવાળી થી બાખલકા રોડનો સરવે કરવામા આવ્યો ત્યારે રોડનો આ ભાગ અમને દેખાયો નહોતો તેથી આ રોડ સરવેમા બાકી રહી ગયો હતો એટલે એસટીમેન્ટમા આ રોડ લેવામાં નથી આવ્યો એટલે આ નાની માંડવાળી ચોકડીથી નાની માંડવાળી ગામ સુધી રોડને બનાવવામા નય આવે તેવું જણાવેલ જે રોડ એક જ સરવે એક જ એસટીમેન્ટમા ભેગો હોય એક સાથે સંકળાયેલો હોય એક જ રોડનો ભાગ હોય સાથે બન્યો હોય છતાં માર્ગ અને મકાન વિભાગ ની બેદરકારીને કારણે બીજી વખત જ્યારે મોટી માંડવાળી બાખલકા રોડ બન્યો ત્યારે આ અડધા કિલોમીટરનો રોડ બનાવવામા આવેલ નથી તા રોડ પુરો કર્યો ગણાય ?સરવેમાં અડઘો કિલોમીટર રોડ ગાયબ થય જાય આ કેવી ગંભીર બેદરકારી ગણાય કે આખો રોડનો દેખાય ?                           આમ તંત્ર ની ગંભીર બેદરકારીને કારણે આ રોડ પૂર્ણ કરવામાં આવ્યો નથી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરેલી ગંભીર ભુલની સજા અમે નાની માંડવાળીના ગ્રામજનો છેલ્લા પાંચ વર્ષથી ભોગવી રહ્યા છે.