સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવે રોડ પર બે યુવાનોને ભાવનગરથી મિત્રો બાઈક લઈ સોમનાથ દર્શન કરવા ગયા હતા. જેમાં ભાવનગરના સોહિલ સોલંકી તેમજ પૃથ્વી ચોહાણ બંને પોતાની બાઈકમાં પરત જતાં હતાં. ત્યારે કોડીનારના માલગામ નજીક અચાનક બાઇકમાં બ્લાસ્ટ થતાં આગ લાગી જતાં બંને યુવાનો પોતાનો જીવ બચાવવા સળગેલી બાઈકમાંથી કૂદી ગયાં હતાં અને બન્ને યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જેમાં એક યુવાનને પગમાં સમાન્ય ઈજા પહોંચતા ઈમરજન્સી 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે કોડીનાર હોસ્પિટલે ખસેડાયાં હતાં. આ ઘટનામાં કેટીએમ કંપનીની બાઈક બળીને ખાક થઇ ગઇ હતી. જોકે કોઈ જાનહાનિ થઇ ન હતી.