હાલાકી: ધાનેરાના મોટી ડુગડોલમાં નર્મદાનું પાણી પહોચ્યું પરંતુ પાઇપો તૂટી જતાં હાલાકી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે, ગામમાં પાઇપ લાઇનો તૂટી ગઇ હોવાથી પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલમાં પીવાના પાણીની સમસ્યાનો ચિતાર અખબારમાં રજૂ થયા બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા રાતોરાત નર્મદાના પાણીની પાઇપ લાઈન માંથી મોટી ડુંગડોલ ગામમાં આવેલ સંપમાં કનેક્શન આપવામાં આવ્યું હતું. જોકે, ગામના મુખ્યપ્રવેશ દ્વારથી ગામની વચ્ચે આવેલા સંપ સુધી પાઇપ લાઈન નાખી હોય એ પ્રમાણે ના ખાડા જોવા મળ્યા હતા.કામગીરી દરમિયાન ગ્રામજનોના ઘર સુધી જતી પાઇપ લાઇનો તોડી નાખતા ગામના લોકો જાતે પાઇપ લાઇનનું રીપેરીંગ કરી રહ્યા છે. પાઇપ લાઇનના ખાડા પણ પૂરયા નથી. જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીનો જથ્થો પણ પૂરતો ના આવતો હોવાના કારણે પૂરા ગામમાં પાણી મળતું નથી. અ અંગે પુરવઠા અધિકારીએ જણાવ્યું હતુ કે, અમારી જવાબદારી ગામના સંપમાં પાણી આપવાની હોય છે. ત્યારબાદ ગ્રામ પંચાયતે લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાનું હોય છે.