મહિયારી ગામે મુંબઈ થી કચ્છ માતાના મઢ દર્શનાર્થે પગપાળા જવા નિકળેલ મહિલાનું કરાયું સ્વાગત
જયશ્રીબેન ગીરીશભાઇ શાહ થાણા મુંબઇથી તા. 23-2-2023ના રોજ કચ્છમાં આવેલમાં આશાપુરા માતાજીના મઢ દર્શનાર્થે જવા એકલા પગપાળા નીકળ્યા હતા જેઓ આજરોજ 13 માં દિવસે 550 કીલો મીટર નું અંતર કાપી પગપાળા ચાલીને તારાપુર ખાતે પહોંચ્યા હતા જેઓએ તારાપુર ચોકડી નજીક મહિયારી પાસે માં આશાપુરા માતાજીના મંદિર જે મુંબઈ થી 550 કીલોમીટર થાય જ્યાં જયશ્રીબેન શાહે બપોરનો વિરામ કર્યો હતો જ્યાં હાજર મંદિરની સેવા કરતા સુભાષભાઇ ચૌહાણ, તથા પગપાળા આવતા સંધો ની સંભાળ લેતા ભાવેશભાઇ પત્રકાર દ્વારા તેઓને આવકાર આપ્યો હતો અને તેઓનું સ્વાગત કરી ભોજન પ્રસાદી જમાડી હતી અને બપોરના આરામ બાદ બાકી રહેલ 550 કીલોમીટરનું અંતર કાપી કચ્છ માતાના મઢ જવા જયશ્રીબેન શાહે આગળ પ્રસ્થાન કર્યું હતું. મુંબઈ થી એકલા નિકળેલ મહિલા જયશ્રી બેન જેઓની સાથે એક ઈકો કાર સેવામાં હતી તેઓએ મુંબઈ થી તારાપુર સુધી આવતા રસ્તામાં લોકોની જે સેવાઓ મળી તે સેવાઓના વખાણ કર્યા હતા..