વડગામ 108 ની ટીમે જોડીયા બાળક અને માતા નો જીવ બચાવ્યો..

ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ 108 દ્વારા ચાલતી નિશુલ્ક સેવા એ માતા અને જોડીયા બાળક નો જીવ બચાવ્યો..

આજ રોજ અંદાજે સવારે 08:30 વાગે EMRI ગ્રીન હેલ્થ વડગામ 108 ને વગદા ગામ નો ડિલિવરી નો કોલ મળ્યો હતો કોલ મળતા ની સાથે વડગામ 108 ના EMT પ્રવિણા બેન અને PILOT જીતુ ભાઈ તાત્કાલીક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા અને કોલર સાથે વાત કરતા જણાવ્યું હતું કે દર્દી ખેતર માં છે એમ્બ્યુલન્સ ત્યાં લઈ ને આવવાનું છે તાત્કાલીક 108 ના પાઇલોટ જીતુ ભાઈ ગણતરી ની મિનિટો મા પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે જઈને તપાસતા દર્દી દરિયા બેન ને સ્થળ પર જ ડિલિવરી થઈ ગઈ હતી ત્યાર બાદ 108 ના EMT દર્દી અને બાળક ને એમ્બ્યુલન્સ મા લઈ ને સારવાર ચાલુ કરી હતી અને દર્દી ને પૂછતા માલૂમ પડ્યું હતું કે આગળ તેમને કોઈ રિપોર્ટ કરાવેલ નથી અને દર્દી ને પેટ ના ભાગે ખૂબ જ દુઃખાવો થાય છે તેવું જણાવતા EMT એ તપાસ કરતા માલુમ પડ્યું કે જોડીયા બાળક છે અને બીજું બાળક હજુ માતા ના પેટ મા છે અને તે બાળક આડું હતું અને ગર્ભનાળ બાળક ના ગળા માં વિટલાયેલી હતી તે ગંભીર પરિસ્થતિ કહેવાય એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર EMRI 108 હેડ ઑફિસ સ્થગીત ડૉ ની સલાહ અને 108 ના EMT ના અનુભવ થી સફળ ડિલિવરી કરાવી હતી અને જોડીયા બાળક અને માતા નો જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ મા ખસેડ્યા હતા અને તેમના પરિવાર સાથે વાત કરતા હર્ષ ની લાગણી અનુભવી હતી અને કહ્યું હતું કે 108 સમયસર આવવાથી અને સારવાર મળવાથી 3 જીવ બચી ગયા અને જોડીયા બાળકો મા 1 બેબી અને 1 બાબો નો જન્મ થયો હતો અને સમગ્ર 108 ની ટીમ નો પરિવાર જનો એ આભાર વ્યક્ત કર્યો હતો .