મહુવા તાલુકાના પુના ગામે તા.07.03.2023 ના રોજ ધુળેટી કપનું આયોજન મધર ઇન્ડિયા કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.મહુવા તાલુકાની કુલ સાત જેટલી ટિમો એ ભાગ લીધો હતો.ટુર્નામેન્ટ નું ઉદ્દઘાટન સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યારે આ ટુર્નામેન્ટ ફાઈનલ મેચ અતિ રોમાંચક બની હતી.દર્શ ઇલેવન અને વલવાડાની ટિમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.રોમાંચક બનેલ આ મેચમાં ફાઇનલ ફાઇનલ વલવાડા ની ટિમ વિજેતા બની હતી.વિજેતા ટીમને ટ્રોફી સુરત જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા રાકેશભાઈ પેટલના વરદ હસ્તે આપવામાં આવી હતી.જ્યારે રનર્સઅપ ટીમને ટ્રોફી ગામના સરપંચ રેખાબેનના વરદ હસ્તે આપવામાં આવી હતી.જ્યારે પુરસ્કાર ગામના આગેવાન કમલેશભાઈ અને મુકેશભાઈ ના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.મધર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટ માં સુરત જિલ્લા પંચાયત શાક્ષક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા મધર ઇન્ડિયા ગ્રાઉન્ડના આયોજકો દ્વારા આભાર  વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं