જૂનાગઢ જિલ્લા ના ભેસાણમાં વિખ્યાત ગગેશ્વર મહેદેવ નું મંદિર આવેલું છે જ્યારે આ મંદિરે ભક્તો ને અવર જવર કરવામાં ઘણી તકલીફો પડતી હતી વચ્ચે નદી આવતી હોવાથી મંદિરે અવર જવર કરવા માટે ગામ ફરી ને જવું પડતું હતું .ત્યારે વર્ષોથી આ નદી પર જો પુલ બનાવવામાં આવે તો શ્રદ્ધાળુઓ ને આ તકલીફ માં રાહત મળે તે માટે સ્થાનિક આગેવાનો અને જિલ્લા પંચાયત ના સદસ્યો લાભુબેન ગુજરાતી અને ઉમરભાઈ બસીયા દ્વારા જિલ્લા પંચાયત માં રજુવાત કરવામાં આવતા જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચમાંથી ગ્રાન્ટ ફાળવી અને પુલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ પુલ નું જૂનાગઢ સાવજ ડેરી ના ડિરેકટર અને જિલ્લા પંચાયત ના પ્રમુખ ના પતિ દિનેશભાઇ ખટારિયા ,જિલ્લા પંચાયત ના સદસ્ય કુમારભાઈ બસિયા અને અનુભાઈ ગુજરાતી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે તાલુકા ના ગાડુંભાઈ કથીરિયા, પ્રવીણભાઈ વાઘેલા ,ધનસીભાઈ પટોડીયા તેમજ રમેશભાઈ હિરપરા સહિત ગગેશ્વર ધામ મિત્ર મંડળ અને ગ્રામ જનો બહોળી શખ્યામાં હાજર રહિયા હતા.
જ્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયત ના પ્રમુખ ના પતિ અને સાવજ ડેરી ના ડિરેકટર શ્રી દિનેશભાઇ ખટારિયા દ્વારા જણાવાયું હતું કે શ્રધ્ધાળુ અને ગામ લોકોની રજુવાત અમને મળી હતી જેથી 5 લાખ ની ગ્રાન્ટ ફાળવી અને પુલનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તેમજ આવનારા દિવસો માં સ્થાનિક આગેવાનો ની માગ છે કે અહીંયા CC રોડ નું નિર્માણ કરવામાં આવે તો તે માટે આવનારા દિવસો માં CC રોડ બનવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને રસ્તા નું કામ પણ કરવામાં આવશે તેમજ ભેસાણ અને ભેસાણ તાલુકા ને જ્યારે પણ જરૂર પડશે ત્યારે જિલ્લા પંચાયત હંમેશા કામ કરતી રહી છે અને કરવા માટે તતપર રહેશે તેવું જણાવ્યું હતું ત્યારે ગામ લોકો દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો