બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની ખુલી પોલ
બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લા પંચાયત તરફથી ગ્રામ્ય વિસ્તાર નો રોડ પેવરની મંજૂરી મળતા થોડાક સમય અગાઉ ડીસા તાલુકાના જુનાડીસા થી જાબડીયા તરફ જતા રોડ ઉપર રોડને પેવર કરવામાં આવ્યો હતો
પણ ઉનાળના ની ઋતુ દરમિયાન કમો સમી વરસાદ થતા ની સાથે જ રોડ રસ્તા ઓ તૂટી ગયા હતા અને માર્ગ અને મકાન વિભાગની પોલ ખુલી ગઈ હતી ત્યારે જાબડીયા થી જુનાડીસા રોડ ઉપર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને રોડ તૂટી જતા અનેક વાહન ચાલકો માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતા હતા ત્યારે વધુમાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પણ આડા કાન કરીને ચાલતા અધિકારીઓ જો રેતીના ડમ્પરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો રસ્તો તૂટવામાં આવ્યો છે એ વધુ ન ટુટે તે માટે પગલા લેવા જોઈએ ત્યારે જિલ્લા પંચાયત દ્વારા મીડિયાના માધ્યમથી રજૂઆત કરવામાં આવે છે કે જુના ડીસા થી જાબડીયા રોડ ઉપર જુનાડીસા ગામની બહાર બંને તળાવની વચ્ચે જે રસ્તો તૂટી ગયેલ છે તેને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક આ રસ્તો રીપેર કરવામાં આવે તેવી લોક મૂકે ચર્ચા છે ત્યારે હાલમાં બટાકાની સીઝન ચાલતી હોય ટ્રેક્ટર ચાલકો બટાકાના કટ્ટાઓ ભરી કોલ્ડ સ્ટોરેજ તરફ જતા હોય છે તે સમયે કોઈ જાનહાનિ ન થાય તે માટે પગલા લેવા જોઈએ
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા