છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાની સનરાઈઝ શાળામાં આજરોજ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

     પાવીજેતપુર ની સનરાઈઝ શાળામાં આજરોજ શાળા ના બાળકો , શિક્ષક મિત્રો દ્વારા ટીકા હોળી રમાડવામાં આવી.

આજરોજ શાળાના આચાર્ય દ્વારા હોળીનો મહિમા તેમજ હોળીમાં હર્બલ ગુલાલ નો ઉપયોગ કરી અન્ય કોઈપણ પ્રકારના કેમિકલ વાળા કલર નો ઉપયોગ ના કરાય તેમજ પાણીનો દુરુઊપયોગ ના થાય તેવા માટે ફક્ત અને ફક્ત ગુલાલ દ્વારા ટીકા હોળી રમાડવામાં આવી.

શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે હોળીમાં પાણીનો બચાવ કરીશ અને ફક્ત ટીકા હોળી રમીશ અને હોળીનો તહેવારનો આનંદ માનીશ.