ધાનેરા ની કારગીલ હોટલ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા કારે પલટી મારી..
બનાસકાંઠા જિલ્લામાં જાણે અકસ્માતો ની વણથંભી વણઝાર જોવા મળી રહી હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યા છે..
સવારે અમદાવાદ નો પરિવાર રાજસ્થાન ના યાત્રાધામ રણુજા થી દર્શન કરી પરત ફરી રહ્યો હતો..
તે સમય દરમિયાન ધાનેરા ની કારગીલ હોટલ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો..
આ અકસ્માત માં કારમાં બેઠેલા ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા..
અકસ્માત ને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા, અને કારમાં ફસાયેલા લોકો ને બહાર કાઢી ધાનેરા ની 108 ની જાણ કરી હતી..
ત્યારે 108 ની ટીમ પણ તાત્કાલ ના સ્થળે આવી પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે ધાનેરા ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..