ડીસા (મેરૂજી પ્રજાપતિ)

તુલસી કભી મત કિજીયે દુષ્ટજન કે સંગ નેહ, પાકી ખેતી બીગાડદે ફાગણ મૌસમ કે મેહ.. સંત તુલસીદાસજીએ દુષ્ટજનને ફાગણના મેહની ઉપાધિ આપી છે.ત્યારે હોળી ટાણે કરાસાથે પડેલ માવઠાએ વિનાશ વેરી રવીપાક ઉપર પાણી ફેરવી ખેડૂતોની હૈયા હોળી પ્રજલાવી ઉપાધી માં નાખ્યા છે.. હવામાન વિભાગની આગાહી ના પગલે રાજ્યના ૧૫ જિલ્લાઓ માં પડેલ કમોસમી વરસાદથી અમરેલી અને જુનાગઢની નદીઓ માં પુર આવેલ છે.કેરી ચીકુ કપાસના પાકને મોટી નુકસાની થઈ છે. ડીસા સહિત ઉ.ગુજરાતના અનેક ભાગમાં પડેલ વરસાદે તમાકુ, બટાકા, એરંડા, જીરૂ,ઇસબગુલ,ઘઉં, રાજગરો જેવા રવીપાકો ઉપર પાણી ફેરવી વિનાશ વેર્યો છે.

જ્યારે આર્થિક સંકડામણના કારણે વેપારીઓ બટાકાની ખરીદી કરીન હોવાથી બટાકાની ખેતી કરતા ખેડૂતોએ બટાકા વેચી રૂપિયા ગણવાના હોય ત્યારે બટાકા ઠેકાણે પાડવા હજારો રૂપિયા ખર્ચકરી બટાકા કોલ્ડસ્ટોરેજ સુધી પહોંચાડવા ભારે મહેનત કરી રહ્યા હતા. અને પડેલ કમોસમી વરસાદે બટાકા સહિત અનાજના ઢગલા બગાડતા સરકાર સહાય કરેતેવી મીટ માંડી રહ્યા છે. ખેડૂતોને કમરતોડ પડેલ ફટકા સંદર્ભે સરકાર કટિબદ્ધ બને તે જરૂરી છે. ધારાસભ્યશ્રીઓ શ્રીપ્રવિણ માળી, શ્રીમાવજી દેસાઈ, શ્રીકેશાજી ચૌહાણ, સાથે અન્ય અગ્રણીઓ પણ ખેડૂતોની વ્હારે ચડી સરકારને ભલામણ, વિનંતી અને અપીલ કરી રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતોને સહાય રૂપી ટેકો જાહેર કરેછે. કે પછી કરેલ રજૂઆતો પોકળ સાબિત કરી સસ્તી પ્રસિદ્ધિ પુરવાર કરે છે. તેવા તર્ક વિતર્ક વચ્ચે બ્રેકિંગ મળી રહ્યા છે.વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રીએ ડુંગળી અને બટાકા ભાવ મુદ્દે નિવેદન આપવાનું કર્યુ શરૂ 

વિધાનસભામા નિયમ ૪૪ હેઠળ કૃષિમંત્રી રાધવજી પટેલે જાહેરાત કરી

લાલ ડુંગળીના નિકાસ માટે રૂ. ૭૦ કરોડ અને બટાટા માટે રૂ. ૨૦૦ કરોડની સહાય જાહેર કરી 

(૧) કોલ્ડ સ્ટોરેજ બટાકા મૂકનાર ખેડૂતોને પ્રતિ કિલોએ એક રૂપિયા સહાય અપાશે.૬૦૦ કટ્ટા સ્ટોરેજ મુકનાર ખેડૂત ને કટ્ટા દીઠ રૂ ૫૦ની સહાય

 

 

 લાલ ડુંગળી માટે ૭૦ કરોડના સહાયની જાહેરાત

લાલ ડુંગળી પર કિલોએ બે રૂપિયાની રાજ્ય સરકારની સહાય...

બટાકા પકવતા ખેડૂતો માટે ૨૦૦કરોડની સહાય

ખાવાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકનાર ખેડૂતોને પ્રતિ કિલો ૧ રૂપિયાની સહાય

બટાકા અન્ય રાજ્યમાં કે નિર્યત કરે તેના માટે પણ સહાય

અન્ય રાજ્યમાં બટાકાની નિકાસ કરનારને પ્રતિ મેટ્રિક ટન ૭૫૦ રૂપિયા રોડ ટ્રાન્સપોર્ટ સહાય

 રેલ્વે મારફતે બટાકા બીજા રાજ્યમાં મોકલવા પર પ્રતિ મેટ્રિક ટન ૧૧૫૦ રૂપિયાની સહાય

બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર ટ્રાન્સપોર્ટેશનમાં ૨૫% સહાય

કોલ્ડ સ્ટોરેજ મા રાખનાર ખેડૂત નેજ પોતાના ખાતામાં સીધો લાભ મળશે.