તાપી જિલ્લામાં નવા 110 સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત સાથે વ્યારામાં મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ લોન મેળામાં ચેક વિતરણ કરવામાં આવ્યું.

        નાગરિકો પોતાની આર્થિક સમસ્યા ઝડપથી હલ કરવા વ્યાજ ખોરો ભોળા નાગરિકોના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી તેઓની સંપત્તિ ઝડપી લેતા હોય છે તેઓને આવા વ્યાજખોરોના ચંગુલથી બચાવવા અને પોલીસ અંગે પ્રવર્તમાન ગેર માન્યતા દૂર કરવાનું બીડું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ઉઠાવ્યું છે.જેમાં પ્રજા પોલીસના દ્વારે નહીં પરંતુ પોલીસ પ્રજાની પડખે પ્રજાને દ્વારે આવે છે એવા શબ્દો વ્યારા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ઉચ્ચાર્યા હતા.આ કાર્યક્રમમાં 590 પરિવારને 18.73 કરોડની લોન આપવામાં આવી હતી.