ડુંગરવાંટ વાંકી રોડ ઉપરથી ૧,૮૬,૦૬૦/- નો વિદેશી દારૂ તેમજ બોલેરો ગાડી સાથે બે ઇસમોની છોટાઉદેપુર એલસીબીએ કરેલી ધરપકડ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

        પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટથી વાંકી જતા રોડ ઉપર બાતમી આધારે છોટાઉદેપુર એલસીબીએ વોચ ગોઠવી ૧,૮૬,૦૬૦/- નો વિદેશી દારૂ તેમજ ૫,૦૦,૦૦૦/-ની બોલેરો ગાડી મળી કુલ ૬,૯૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

             પ્રાપ્ત માહિતી મુજબ હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે પ્રોહિબિશન અંગેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હોય જે સંદર્ભે છોટાઉદેપુર એલસીબી નો સ્ટાફ પાવીજેતપુર તાલુકાના વાંકી ગામે પેટ્રોલિંગમાં હતો તે સમયે અંગત બાતમિદારથી બાતમી મળેલ કે સિહોદ ચોકડી તરફથી એક બોલેરો પીકઅપ ડાલુ નંબર એમ.પી. ૬૯ જી. ૦૮૯૬ માં બે ઇસમો બેસેલા હોય જે પીકઅપ માં કેરેટોની નીચે વિદેશી દારૂ ભરીને વાંકી ગામ તરફ આવે છે. બાતમી હકીકતના આધારે વાંકી ગામે ત્રણ રસ્તા પાસે રોડ ઉપર નાકાબંધી કરી દેવામાં આવી હતી. થોડીક જ વારમાં બાતમી હકીકત મુજબની એક બોલેરો ગાડી સિહોદ ગામ તરફથી આવતા પોલીસે ગાડી રોકવાનો ઇસારો કરતા પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખી નહીં અને પૂરપાટ ઝડપે ડુંગરવાટ ગામ તરફ હંકારી ભાગવા લાગેલ, પોલીસે તેનો પીછો કરતા ડુંગરવાંટ ગામ નજીક ડુંગરવાટથી વાંકી તરફ જતા ડામર રોડ ઉપર પીકઅપને પલટી ખવડાવી દીધેલ, પોલીસે નજીક જઈ જોતા વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો તેમજ કેરેટો રોડ ઉપર છુટા છવાયા ફેકાઈ ગયા હતા તેમજ ગાડીમાં બે ઈસમો બેઠેલા હોય તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

          છોટાઉદેપુર એલસીબી પોલીસે વધુ પૂછપરછ કરતા ગાડી ચાલકે પોતાનું નામ સુનિલભાઇ રેમસિંગભાઇ મંડલોઇ ઉ.વ.૨૧ રહે. ડુંગરગામ, પટેલ ફળીયા,તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) તથા બીજા ઈસમનું નામ રાજુભાઇ ગોસલાભાઇ રાઠવા ઉ.વ.૨૪, રહે.ગુનાટા, ગળબુ ફળીયા,તા.જી. છોટાઉદેપુર જણાવ્યું હતું. વધુ તપાસ કરતા પ્લાસ્ટીકના કેરેટની નીચે સંતાડી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૨૦ ની કુલ કિં.રૂ.૧,૮૬,૦૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- તથા અંગ ઝડતીના રોકડા રૂ.૪૪૦/- તથા બોલેરો પિકઅપ ગાડી ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૨૪ કિં.રૂ.૨૪૦૦/- મળી કુલ રૂપિયા.૬,૯૯,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

           આ દારૂ ક્યાંથી ભર્યો અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે અંગેની વધુ પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે

 સુરતનભાઇ શેઠ જેના પુરા નામની ખબર નથી રહે.ડોબલાઝરી, તા.જી.અલીરાજપુર(એમ.પી.) થી ભરી સંજયભાઇ જેના આખા નામની ખબર નથી રહે. ઢોકલીયા, બોડેલી પોંહચાડવાનો હતો.

          આમ, પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ થી વાંકી ના રસ્તા ઉપરથી છોટાઉદેપુર એલસીબીએ દારૂની ખેપ મારનાર બે ખેપીયાઓની વિદેશી દારૂ તેમજ બોલેરો પીકઅપ ગાડી સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.