ખંભાતના કાણીસા ગામે એક ખેડૂતે રાત્રિ દરમિયાન ખેતરમાં પાર્ક કરેલ ટ્રેકટર ચોરાતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતીનુસાર, ખંભાતના કાણીસા ગામે રહેતા કિરીટભાઈ ગોરધનભાઈ પટેલનું ખેતર રબારીવાસ પાસે આવેલ છે.તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે.રાત્રિ દરમિયાન તેઓએ રાત્રિ દરમિયાન પોતાના ખેતરમાં ટ્રેકટર પાર્કિંગ કરી ઘરે ગયા હતા.સવારે ખેતરમાં પરત આવતા ટ્રેકટર જોવા ન મળતાં આજુબાજુ વિસ્તારમાં શોધખોળ કરી હતી.જે ન મળતા અંતે તેઓએ ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.