ગીર ગઢડાની સાન કહેવાતી ખોડીયાર ડુંગરની કમલા હોળીનું શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની છે,
કમલા ઉતાષણી ગીર ગીરગઢડા થી 5. કિલોમીટર આગળ જામવાળા રોડ પર જાખિયાનું નાકા સામે જ આવ ખોડીયાર માતાજીના ડુંગર પર પ્રગટવામાં આવે છે, દરવર્ષે ડુંગર પર હોળીનાં તહેવારનાં આગળના દિવસે જ કમલા ઉતાષણી પ્રગટવમાં આવે છે અને હજારો શ્રધ્ધાળુઓ હોલિકા દહન કરે છે, હોલિકા દહન દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીફળ, ખજૂર, ધાણીની આહુતિ આપી દર્શન કરી ધન્યતા અનુભવે છે. એવું પણ કહેવાય છે કે જે વ્યક્તી હોલિકા દહન સમયે ચાર પ્રદક્ષિણા કરે છે તે આખું વર્ષ નિરોગી રહે છે બીજી તરફ એવી પણ લોકવાયકાઓ છે કે હોલિકા દહનની ઝાળની દિશા પરથી તજર્ગનો દ્વારા ચોક્કસ કહી શકાય છે કે આવનાર વર્ષ કેવો વરસાદ રહશે.