બોટાદ પોલીસને મળેલી બાતમીના આધારે ડુપ્લીકેટ બીડી બનાવવાની કામગીરી બોટાદના ગણેશ નગર વિસ્તારમાં થઈ રહી હોવાની જાણકારી મળતા પોલીસ કાફલો રાત્રિના સમયે છાપો મારી ડુપ્લીકેટ બીડી સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.! પોલીસ દ્વારા મળતી વિગત મુજબ શંકાસ્પદ આરોપી નિલેશભાઈ વાલજીભાઈ મેખિયા, રહે:શેરી નં-૧,ગણેશ નગર, ભાવનગર રોડ, બોટાદ.

બીડી બોક્સ નંગ ૩૪ જેની કિંમત ૨,૭૨,૦૦૦ સોપારી એસોટીંગ મશીન કિંમત રૂપિયા ૬,૦૦૦ પાઉચ પેકિંગ મશીન કિંમત રૂપિયા ૬,૦૦૦ મળી કુલ ૨,૮૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.! 

            આ તમામ મુદ્દા અમલ કબજે લઈ શંકાસ્પદ ડુપ્લીકેટ બીડીના નમુના એફએસએલમાં ખરાઈ માટે મોકલવામાં આવ્યા છે ત્યારે હાલ તો કલમ ૪૧-૧ ડી હેઠળ મુદ્દા માલ કબજે લઇ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.!