વીર શહીદ હરેન્દ્રગીરી જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના નાના એવા કાલવાણી ગામ ના વતની હતા જેઓ ભારત દેશ ની સરહદ પર ભારતીય સેના ARMY માં ફરજ બજાવતા હતા જ્યારે કારગિલ યુદ્ધ વખતે તેઓએ બહાદુરી પૂર્વક દુશ્મનો સામે લડતા લડતા શહીદી વહોરી હતી ત્યારે તેમની યાદ માં વડીયા ખાતે આવેલી સ્કૂલ નું નામ વીર શહીદ હરેન્દ્રગીરી સ્કૂલ નામ આપવામાં આવ્યું હતું ત્યારે આ સ્કૂલ માં માળીયા તાલુકા ના બાળકો શિક્ષણ મેળવી રહિયા છે અને શહીદ ની એ વીરતા ની વાત ને કાયમ માટે જીવંત રાખી છે
માળીયા હાટીના તાલુકા ના વડીયા ગીર ખાતે આવેલ આ વીર શહીદ હરેન્દ્રગીરી વિદ્યાલય સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ ઇટાળી દ્વારા સંચાલિત છે ત્યારે આ સ્કૂલ માં વાર્ષિક ઉત્સવ સાથે વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહ શાળાના પ્રમુખ શ્રી માનસિંગભાઈ સીસોદીયા ના માર્ગદર્શન નીચે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9થી12 ના વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શેક્ષણિક કાર્ય પૂર્ણ થતાં અને વધુ અભ્યાસ માટે આગળ જતાં હોય જેથી તેમનો શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ પણ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન ખાખી મઢી ના મહંત શ્રી સુખરામ બાપુ નું શાળા પરિવાર દ્વારા પુષ્પગુંચ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલી ગણ અને શાળા ના શિક્ષકો હાજર રહિયા હતા.ત્યારે આ કાર્યકમમાં શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત,એક્શનગીત અને નાટકો રજૂ કરી તમામ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્યારે આ પ્રસંગે પધારેલ ખાખી મઢી ના મહંત શ્રી સુખરામ બાપુ દ્વારા વિદ્યાર્થીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ અભ્યાસમાં ખૂબ ધ્યાન લગાવે અને પોતાના સપનાઓ સાકાર કરવા અભ્યાસ ઉપર ખૂબ ધ્યાન આપે ,અભ્યાસ ક્ષેત્રે ખૂબ આગળ વધી અને પોતાનું તથા પરિવાર નું નામ ઉજળું કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી