રંગોના તહેવાર હોળી -ધુળેટીની ઉજવણી પિચકારી વિના અધૂરી ગણાય છે. તેથી આ વખતે પણ અવનવી વેરાઈટી વાળી પિચકારીઓ શહેરી બજારોમાં આકર્ષણ જમાવી રહી છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિક ગણાતા હોળી- ધૂળેટીના પર્વમાં લોકો એકબીજા ઉપર રંગ છાંટી તેની ઉજવણી કરે છે. સમયના વહેતા પ્રવાહ સાથે અગાઉ માત્ર ગુલાલ છાંટીને ખેલાતી હોળીમાં હવે અવનવી વેરાઈટીવાળી પિચકારીઓમાં રંગો ભરીને હોળી મનાવાય છે તેથી દર વર્ષે પિચકારીઓમાં નવી નવી વેરાઈટીઓ બજારમાં ઠલવાય છે. પિચકારીઓનું ખાસ કરીને બાળકોમાં વિશેષ આકર્ષણ રહે છે જેનાં કારણે અગાઉથી પિચકારીઓનું વેચાણ શરૂ થઈ જાય છે. આ વખતે પણ પિચકારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અત્યારે બજારમાં કેટલીક નાવીન્ય સભર વિવિધતાઓ ધરાવતી પિચકારીઓ જોવા મળી રહી છે. જે દસ રૂપિયાથી માંડી સો રૂપિયાની પીચકારીઓ બાળકોને લલચાવી રહી છે.