લાખણી તાલુકાના ખેરોલા ગામે 13 માસ ની બાળકી ના ગુપ્ત ભાગે અડપલાં કરનાર 55 વર્ષીય વૃદ્ધ ને 20 વર્ષ ની કેદ.

એક વર્ષ અગાઉ ઘોડિયા માં સુતેલ બાળકી એકલી સૂતી હતી ત્યારે બનાવ બન્યો હતો...

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટે ફરી એક વખત મહત્વ નો ચુકાદો આપ્યો છે જેમાં લાખણી તાલુકાના ખેરોલા ગામે એક 13 માસ ની બાળકી ને ગુપ્ત ભાગે અડપલાં કરી ઇજા પોહચાડનાર આરોપી ને કોર્ટે 20 વર્ષ ની સજા ફટકારતા કોર્ટ રુમ માં છન્નાટો છવાઈ ગયો હતો..

લાખણી તાલુકાના ખેરોલા ગામે તારીખ 14/03/2021 ના રોજ ઘર આંગણે એક 13 માસ ની બાળકી ઘોડિયામાં સૂતી હતી તે સમય તેની માતા બાજુના ખેતરમાં છાસ લેવા ગઈ હતી તે સમય હીરાભાઈ ચેલાભાઈ રબારી ઉંમર 55 વર્ષ વાળો આવી અને ઘોડિયામાં સુતેલ બાળકી ના ગુપ્ત ભાગે અડપલાં કરી ગંભીર ઇજા ઓ પોહચાડી હતી જે સમય બાળકી જોર જોર થી રડવા લાગતા તેની માતા દોડી આવી હતી જેમાં આરોપી ત્યાથી નાસી ગયો હતો જે બાબતે આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી જે કેસ દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ જજ કે એસ હિરપરા સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ ડી વી ઠાકોરે ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપી ને દોષિત ઠેરવી આરોપી ને 20 વર્ષ ની સજા ફટકારી હતી