આજ રોજ નવાબ સાહેબ શ્રી તાલે મોહમ્મદ ખાન સિલ્વર જયુબિલી વિદ્યા સંકુલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સન્માન સમારંભ યોજાયો જેમાં શાળાના પ્રમુખશ્રી અજમતભાઈ સાહેબ, નિયામક શ્રી હયાતભાઈ બિહારી સાહેબ તથા અન્ય કારોબારી સભ્યો અને ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા આ સમારંભના અતિથિ વિશેષ તરીકે એડવોકેટ શ્રી તુવર સાહેબ હાજર રહ્યા હતા . આ પ્રસંગે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને મહેમાન શ્રી ઓએ આશીર્વાદ આપ્યા હતા. વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી હતી તથા અભ્યાસ ક્ષેત્રે જેમણે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ ઓફ ધ યર થી સન્માનિત કર્યા હતા શિક્ષકોમાં પણ જેમણે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરી હતી તેમને ટીચર ઓફ ધ યર થી સન્માનિત કરાયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલા નમૂનાઓનો પ્રદર્શન પણ આ પ્રસંગે રાખવામાં આવ્યું હતું તથા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. આ શુભેચ્છા પ્રસંગે શાળામાં ટ્રાન્સપોર્ટની સેવા આપતા રિક્ષા ડ્રાઇવરો અને ઇકોના ડ્રાઇવરોને પણ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગને સફળ બનાવવા બહોળી સંખ્યામાં શાળાના વાલીઓ હાજર રહ્યા હતા. શાળાના નિયામક શ્રી હયાતભાઈ બિહારી સાહેબે આ પ્રસંગે શિક્ષકોને અભિનંદન પાઠ્ય હતા આ સમારંભને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે પોતાનું સુંદર ફાળો આપ્યો હતો શાળાના આચાર્ય ડોક્ટર નસીમબેન પઠાણે બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને સ્ટાફને અભિનંદન પાઠ્યા હતા શાળાના પ્રમુખશ્રી અજમતભાઈ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સભા નું સફળ સંચાલન શાળાના ઉપાચાર્ય પરિમબેન જોશી એ કર્યું હતું અને આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈએ કરી હતી સમારંભની પૂર્ણાહુતિ પછી શાળાના બાળકો અને વાલીઓને અલ્પાહાર આપવામાં આવ્યો