હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં શનિવારના રોજ 5 માં એન્યુઅલ ડે નિમિત્તે રંગે ભારે વાતાવરણમાં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરાઈ હતી જેમજ સરકારી મોડલ સ્કૂલના વાર્ષિકોત્સવ ની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ તેમનો સ્ટાફ દ્વારા અલગ અલગ પ્રકારની અદભુત કૃતિઓ મૂકવામાં આવે છે જેને જોઈને ઉપસ્થિત મહાનુભવો મંત્ર મુક્ત થયા હતા જ્યારે શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં ગુજરાતી ગરબા વિવિધ નૃત્ય તેમજ ગીત સંગીતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે મોડલ સ્કૂલના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ પણ યોજાયો હતો જેમાં સરકારી મોડેલ સ્કૂલના પાંચમા વાર્ષિકોત્સવના પ્રસંગે શાળાના પૂર્વ પ્રિન્સિપલ રામસીભાઈ રાઠવા બીઆરસી કોર્ડીનેટર પીરઝાદા એસ.એમ.સી.ના સભ્યો પંચાયતના સભ્યો સહિત શાળાનો સ્ટાફ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને અને અન્ય મહાનુભાવો જેમાં રતનભાઈ ભરવાડ, ગીરીશભાઈ,હનીફભાઈ વિક્રમભાઈ અલ્કેશભાઈએ હાજરી આપી હતી.