ડીસા નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારી શ્રી દ્વારા લીધી મુલાકાત સીધી ભરતી પ્રક્રિયા અને બઢતી પ્રક્રિયાના વિશે બેઠક યોજી ચર્ચા વિચારણા કરાઈ
આજે ડીસા નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારી મંડળ દ્વારા કાયમી નોકરીની વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી જેના પગલે આજે પ્રાદેશિક કમિશનર કચેરીના એક અધિકારી દ્વારા ડીસા પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ચીફ ઓફિસર સહીત કારોબારી સમિતિ ચેરમેન સાથે બેઠક યોજી હતી જ્યારે. નગરપાલિકામાં સીધી ભરતી પ્રક્રિયા અને બઢતી પ્રક્રિયાને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના વિકાસને લઈને પણ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ હતી તેમના જણાવ્યા મુજબ અંદાજિત ચાર મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી જેમાં અલગ અલગ એજન્ડા ઉપર ચર્ચા કરી નિર્ણય પણ લેવામાં આવ્યા હતા પરંતુ કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને વધું માહીતી ચીફ ઓફિસર પાસેથી મેળવી લેવા જણાવ્યું હતું અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ પસંદગી સમિતિના અધ્યક્ષ સ્થાને મળેલી આ મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર કારોબારી સમિતીના ચેરમેન સહિત ચુંટાયેલા સદસ્યો પણ હાજર રહ્યા હતા...